તક્ષશિલા - સિટી ઓફ નૉલેજ - 41

(134)
  • 964
  • 374

પાટલીપુત્રના વિજયદ્વારથી જ્યારે મૌર્ય સેનાએ પ્રસ્થાન કર્યું, ત્યારે આખું નગર જયઘોષથી ગાજી ઉઠ્યું હતું. હજારો હાથીઓના ગળામાં બાંધેલા વિશાળ ઘંટનો અવાજ હવામાં એક ગજબનું કંપન પેદા કરતો હતો. સમ્રાટ ચંદ્રગુપ્ત મૌર્ય પોતાના શ્વેત અશ્વ પર સવાર હતા, તેમના મસ્તક પર સુવર્ણ મુકુટ સૂર્યના કિરણોમાં ચમકી રહ્યો હતો, પણ તેમની આંખોમાં તેજ મુકુટ કરતા પણ વધુ પ્રખર હતું. તેમની બિલકુલ જમણી બાજુએ મહાસેનાપતિ સૂર્યપ્રતાપ પોતાના વિરાટ કદ અને મજબૂત ખભા પર મૌર્ય સામ્રાજ્યનો ભાર વેંઢારી રહ્યા હોય તેમ ગર્વથી ચાલી રહ્યા હતા. સૂર્યપ્રતાપની તલવાર મ્યાનમાં હતી, પણ તેમની આંગળીઓ વારંવાર તેની મૂઠ પર જતી હતી, જે તેમના યુદ્ધ માટેના ઉત્સાહનો સંકેત