જીવન પથ-રાકેશ ઠક્કરભાગ-૫૬ (ગતાંકથી આગળ) આર્યને નવાઈ પામીને પૂછ્યું, ‘પાંચ વર્ષ સુધી કશું જ નહીં? તો પછી તેને કેમ પાંચ વર્ષ પાણી પાવું?’ દાદાએ ગંભીરતાથી કહ્યું, ‘કારણ કે પાંચ વર્ષ સુધી તે જમીનની અંદર પોતાના મૂળ મજબૂત કરતો હોય છે. તે ઊંડે ને ઊંડે સુધી ફેલાતો હોય છે. અને સાંભળ, જેવું પાંચમું વર્ષ પૂરું થાય અને તેની એક નાની કૂંપળ બહાર આવે ત્યારે માત્ર છ અઠવાડિયામાં, માત્ર ૪૫ દિવસમાં તે વાંસ ૯૦ ફૂટ ઊંચો થઈ જાય છે! હવે તું મને કહે, તે વાંસ છ અઠવાડિયામાં મોટો થયો કે પાંચ વર્ષમાં?’ આર્યન સ્તબ્ધ થઈ