મિલાપે પ્રિયાંશીની સામે જોયું અને તેની આંખોમાં આંખો પરોવીને તે બોલ્યો કે, "ઓકે, તું જ્યારે કહીશ ત્યારે આપણે લગ્ન કરીશું બસ..પણ, એકવાર તું મને 'હા' તો પાડી દે...તું 'હા' પાડે એટલે બસ મારા મનને શાંતિ. "હવે શું કરવું.. પ્રિયાંશી મનમાં ને મનમાં વિચારી રહી હતી.. "મમ્મી પપ્પાને મિલાપની આ વાત જણાવવી કે પછી કોઈ પણ રીતે મિલાપને ના પાડી દેવી..?"એટલામાં મિલાપ તેના મનની વાતને કળી જતો હોય તેમ બોલ્યો, "તારે ના તો પાડવાની જ નથી.. અને જો તું ના પાડીશ તો તેનું પરિણામ ખૂબ ખરાબ આવશે.."પ્રિયાંશી પણ મિલાપના મનને જાણે વાંચી રહી હતી.. મિલાપના દિલમાં સતત ધસી રહેલા પ્રેમના મીઠાં તરંગોને