તું કૌરવ, તું પાંડવ: મનવા ! તું રાવલ, તું રામ ! હૈયા ના આ કુરૂક્ષેત્ર પર પળપળ નો સંગ્રામ !વ્યાકુળ મન નો આ ચિતાર છે. આપણી અંદર ચાલતા સંઘર્ષની વાત છે. મન નું આ મહાભારત લાગણી અને બુદ્ધિ વચ્ચે ચાલે છે ,લવ વર્સીસ લોજિક. આ બેમાંથી કોણ કૌરવ અને કોણ પાંડવ કે કોણ રામ અને કોણ રાવણ એ ચક્કરમાં ના પડ તા, સામસામી ખેંચતાણની વાત છે. મનમાં ચાલતી કશ્મકશની વાત છે.લાગણી ખેંચે ગામ ભણી અને બુદ્ધિ ખેંચે સીમ ભણી એ વાત છે. મેં અનેક લોકોને આ અવસ્થામાં જોયા છે. એમના હૈયે ચાલતા લાગણી અને બુધ્ધિના સંધર્ષના નું વરસો સુધી સાક્ષી રહ્યો