નમસ્કાર મિત્રો, અંગત કારણોસર હું વાર્તાનો આગળનો ભાગ લખી શકી નથી. પરંતુ હવેથી તેના નિર્ધારિત સમયે જ વાર્તા ના નવા ભાગો જ આવશે..તમારી ધીરજ અને પ્રેમ બદલ ખૂબ ખૂબ આભાર! જોડાયેલા રહેજો. ..................................................રિયાનું પીજી, લંડનલંડનની એ રાત રિયા માટે ક્યારેય પૂરી ન થનારી એક લાંબી સફર જેવી હતી. પીજીના ખૂણામાં બેસીને તે આખી રાત જાગતી રહી. બહાર પેલો કાળો પડછાયો ક્યારે ગાયબ થયો તેની તેને ખબર જ ન પડી, પણ તેના મનમાં જન્મેલો ડર હજુ પણ જીવતો હતો. મુઠ્ઠીમાં ભીંસેલી પેલી ચિપ જાણે તેના હાથમાં ડામ આપી રહી હતી.બીજી બાજુ, લંડન હીથ્રો એરપોર્ટ પર સવારના ધુમ્મસ વચ્ચે પ્રિયાંક બંસલનું પ્રાઇવેટ