!!! વિચારોનું વૃંદાવન !!!|| હિંચકો || આજની સવાર દરરોજ પડતી સવાર કરતા કંઈક અલગ જ લાગતી. ઘરમાં કોઈ જગાડે એવું હતુ નહિ એટલે જાગવામાં ઘણું મોડું થઈ ગયેલું. રોજ મારી પથારીની આજુબાજુ થતો કલરવ અને કલબલાટ એકદમ શાંત હતો. પથારીમાંથી ઊભા થઈ ઘરના બધા ખુણા જોઈ લીધા કદાચ પપ્પા પપ્પા ના નામનો એકાદ અવાજ આવી જાય પણ એ આવે એમ ક્યાં હતો!! રજાનો દિવસ અને એમાંય આખાય ઘરમાં એકલુ બહુ જ કંટાળાજનક લાગતું હતું. સવારની ચાયથી લઇ સાંજની ચાય સુધી હોટેલનો સહારો લેવો પડતો હતો. કેટલાય ન વિચારેલા વિચારો