સફળતા વચ્ચે ખોવાતી મિત્રતાજીવનમાં સફળતા શું છે તે અંગે માણસની કલ્પના સમય સાથે બદલાતી રહે છે. આજે મોટાભાગના લોકો માટે સફળતાનો અર્થ પદ, પૈસા અને પ્રતિષ્ઠા સાથે જોડાઈ ગયો છે. મોટી નોકરી, મોટું ઘર, સમાજમાં માન-સન્માન અને આર્થિક સુખ આ બધું પ્રાપ્ત કરવું જીવનનો મુખ્ય હેતુ બની ગયું છે. માણસ બાળપણથી જ સ્પર્ધાની દોડમાં ઉતરી જાય છે. અભ્યાસમાં આગળ વધવું, સારી નોકરી મેળવવી, કારકિર્દીમાં ઊંચા સ્થાન પર પહોંચવું આ બધું મેળવવા માટે તે દિવસ-રાત મહેનત કરે છે. પરંતુ ઘણી વખત આ દોડમાં માણસ એક મહત્વની વસ્તુ ભૂલી જાય છે, અને તે છે સંબંધો અને મિત્રતા.તાજેતરમાં મહારાષ્ટ્રના સોલાપુર શહેર સાથે જોડાયેલી