જીવન પથ-રાકેશ ઠક્કરભાગ-૫૫ ‘ધીરજના ફળ મીઠાં હોય છે.’ આ સુવિચાર આપણે બાળપણથી નિબંધોમાં અને વડીલોના મોઢે સાંભળતા આવ્યા છીએ પણ આજના 'ઈન્સ્ટન્ટ' યુગમાં આ વાત ગળે ઉતારવી થોડી અઘરી લાગે છે. આપણે એવી દુનિયામાં જીવી રહ્યા છીએ જ્યાં આપણને બધું જ 'ઝટપટ' જોઈએ છે. ટુ-મિનિટ નૂડલ્સ, ફાઈવ-જી ઈન્ટરનેટ, એક્સપ્રેસ ડિલિવરી અને રાતોરાત સફળતા. આ આપણી નવી વ્યાખ્યાઓ છે. જો યુટ્યુબ પર વીડિયો બે સેકન્ડ મોડો લોડ થાય તો આપણું બીપી વધી જાય છે. જો કોઈને મેસેજ કરીએ અને બે મિનિટ સુધી રિપ્લાય ન આવે તો આપણને લાગે છે કે સંબંધમાં તિરાડ પડી ગઈ છે. વાસ્તવમાં આપણે 'ગતિ' ના ચક્કરમાં 'પ્રગતિ' નો અસલી અર્થ ભૂલી ગયા છીએ. જીવનમાં જે કાંઈ પણ કાયમી