ગદરો

  • 330

#ગદરો ભાગ 1 વાવના પગથિયે પનઘટના ગીત​ગામને પાદરે આવેલી એ સૈકા જૂની વાવ એટલે ગામનું હૃદય. પથ્થરો પર કોતરાયેલી શિલ્પકલા અને ઊંડા ઉતરેલા પગથિયાં હજારો વાતો સંઘરીને બેઠા હતા. બપોર ઢળવા આવે એટલે ગામની પનિહારીઓનો કલરવ વાવના ગોખલાઓમાં ગુંજવા માંડતો.​સજુબા રોજ સાંજે નિયમ પ્રમાણે વાવના ઉપલા પગથિયે આવીને બેસતા. ઉંમરના હિસાબે હવે માથે બેડાં ઉપડાતા નહીં, પણ વાવની એ ભીની માટીની સુગંધ અને બેડાંના રણકાર વગર એમનો દિવસ આથમતો નહીં.​"એલી સજુ, તારું બેડું તો જો, કાચ જેવું ચળકે છે!" સજુબાએ નીચે ઉતરતી જુવાનજોધ સજુને ટકોર કરી.​સજુ ખડખડાટ હસી પડી, "બા, આ તો ગદરાની માટીથી માંજીને લાવી છું. નદીએ ગઈ’તી તે કાળી