સરકારી પ્રેમ - ભાગ 17

"હું તો કાલે‌ સવારે જ ઘરે પાછો જાઉં છું. પરિણામ આવ્યા પછી જ પાછો આવીશ. બાકી મારિયા ફક્ત એક સહપાઠી જ છે. મારી તો મિત્ર પણ નથી. પણ હા રિતેશ તે એક સારી મિત્ર જરૂર ગુમાવી દીધી છે." ઐયર કહે છે અને પોતાના રૂમમાં જતો રહે છે."શું મોટી મોટી વાતો કરે છે?" રિતેશ કહે છે." અરે જવા દે ને.." નવનીત સમજાવે છે.બન્ને મિત્રો એકબીજાને સહારે સુઈ જાય છે.બીજા દિવસ થી લગભગ વીસ દિવસ પછી પ્રિલિમનરી પરિક્ષા નું પરિણામ આવવાનું હતું. એટલે જ આ બન્ને મિત્રો પણ પોતાના ઘરે જવા માટે નીકળી જાય છે.જયારે મારિયા પોતાના ભાઈ ના ઘરે જ હતી.