લોહીનું રક્ષા બંધન એક હતો અમન, નાનકડા શહેરનો નવો રહેવાશી. તેની વહુ કોમલ, સાત માસના ગર્ભ સાથે. દિલમાં સપનાંઓનો સોનાનો મહેલ હતો. પણ વિધાતાને કંઈક બીજું જ વિચાર્યું. સવારે સાડા સાત માસે કોમલને પ્રસવ-વેદના થઈ. હોસ્પિટલના આઈ.સી.યુ.માં દીકરીનો જન્મ તો થયો, પણ ઓપરેશનમાં નસ ફાટી અને લોહીની નદી વહેવા લાગી. ડોક્ટરે કહ્યું, “અમન ભાઈ, એક કલાકમાં O- લોહી ન મળે તો તારી પત્ની ને બચાવવું અશક્ય બની જશે.!” અમનના માથે આભ ફાટી પડ્યું. દૃજતા હાથમાં ફોનલઇ , દરેક નંબર ફેરવ્યા પણ ક્યાંય લોહી ન મળ્યું. અમનને મનમાં થતું હતું. આજે મારી પાસે કરોડો રૂપિયા છે. ભગવાને આપેલી બધી કૃપા મારી