#કેન્સર ભાગ 8 રિપોર્ટની રતાંધળી રાત અને વિધિની વક્રતાડૉ. જીવન શાહના શબ્દો 'PET Scan' હોસ્પિટલની કેબિનમાં બોમ્બ વિસ્ફોટની જેમ ફૂટ્યા હતા. હજી તો આશા અને દીપકના આવવાથી ઘરમાં આર્થિક નિરાંત થઈ હતી, હજી તો જીવિકાના માથા પર નવા વાળની કૂંપળો ફૂટી હતી, ત્યાં જ ફરીથી એક અજ્ઞાત ભયનો ઓછાયો મંડરાવા લાગ્યો.જીવિકાના ભાભી, જેઓ અત્યાર સુધી પિયર પક્ષની મજબૂત લાકડી બનીને ઉભા હતા, તે આ સાંભળીને ફસડાઈ પડ્યા. "સાહેબ, હજી તો બધું પત્યું હતું... હજી તો એના ચહેરા પર સ્મિત આવ્યું હતું, શું હજી પણ કઈ બાકી છે?" તેમના અવાજમાં આખા પિયર પક્ષની લાચારી છલકાતી હતી. જીવિકાના પિતા જે મહેસાણાથી દોડી આવ્યા