કેન્સર - 7

  • 144
  • 60

#કેન્સર ભાગ 7 આશાનો ઉદય અને સંબંધોની સરવાણી​ભાગ-૬ ના અંતે જીવિકા રેડિયેશનની અગ્નિપરીક્ષામાંથી બહાર આવી હતી, પણ તેનું શરીર કાળું પડી ગયું હતું અને મન થાકી ગયું હતું. ઘરની આર્થિક સ્થિતિ પાયમાલ થઈ ચુકી હતી. જીત ના ખભા દેવા અને ચિંતાના બોજ નીચે ઝૂકી ગયા હતા. ત્યારે જ, 'શુભમ એપાર્ટમેન્ટ'ના ફ્લેટ નંબર ૪૦૨ નો ડોરબેલ વાગ્યો અને એક એવો અવાજ ગુંજ્યો જેણે આખા ઘરના માહોલમાં પ્રાણ ફૂંકી દીધા.​"ભાભી! અમે આવી ગયા!"​બારણે ઉભી હતી જીતની નાની બહેન આશા અને તેનો પતિ દીપક. આશા અને દીપક છેલ્લા છ મહિનાથી તેમના ટેક્સટાઈલ બિઝનેસના કામ અર્થે વિદેશની લાંબી ટૂર પર હતા. તેમને જીવિકાની બીમારી વિશે