કેન્સર - 6

  • 234
  • 66

#કેન્સર ભાગ 6 અગ્નિપરીક્ષા અને રાખમાંથી બેઠું થતું આયખુંજીવિકાએ પોતાના શરીરનો એક અંશ ગુમાવ્યો હતો. ઓપરેશનના ટાંકા હજી લીલા હતા, પણ કેન્સર સામેનો જંગ વિરામ લેવા તૈયાર નહોતો. ડૉ. જીવન શાહે સ્પષ્ટ કર્યું હતું કે સર્જરી પછી શરીરમાં રહી ગયેલા કેન્સરના અદ્રશ્ય 'માઈક્રો' કણોને ખતમ કરવા માટે રેડિયેશન (Radiation therapy) અનિવાર્ય છે.​રેડિયેશનનો રૂમ એક ઠંડો સ્મશાનવત સન્નાટોબની ગયું હતું ​ઓપરેશનના એક મહિના પછી જ્યારે જીવિકા હોસ્પિટલના રેડિયેશન વિભાગમાં પ્રવેશી, ત્યારે ત્યાંનું વાતાવરણ કીમોથેરાપીના વોર્ડ કરતા પણ વધુ ભયાનક હતું. મોટા-મોટા સીસાના દરવાજા, લાલ લાઈટો અને મશીનોનો કર્કશ અવાજ.​"જીવિકાબેન, તમારે આ મશીન પર બિલકુલ સ્થિર સૂવાનું છે. હલનચલન કરશો તો કિરણો બીજા અંગોને