આરવ અને વિરેન ખજાનાના રૂમમાં ઉભા હતા. ચારેય તરફ સોનાના સિક્કા, ચમકતા હીરા, પ્રાચીન મૂર્તિઓ અને નકશામાં દર્શાવેલા અન્ય મૂલ્યો દ્રશ્યમાન હતા. રૂમમાં એક અજોડ તેજ ફેલાયેલું હતું, જે બન્નેને આશ્ચર્યમાં મૂકી દીધું. વિરેન ખુશીથી બોલ્યો, “આરવ, આપણે ખરેખર ખજાનો શોધી લીધો!” પરંતુ આરવનું ધ્યાન હજુ પણ દિવાલ પર લાગેલા જૂના નકશા પર હતું. તે ધીમે ધીમે નકશા પાસે ગયો અને તેને ધ્યાનથી જોવાનું શરૂ કર્યું. નકશો ખૂબ જૂનો લાગતો હતો. કાગળ પીળો પડી ગયો હતો, અને કેટલાક ભાગ થોડા ફાટેલા પણ હતા. પરંતુ નકશામાં બનાવેલી લીટીઓ, ચિહ્નો અને રસ્તાઓ હજી પણ સ્પષ્ટ દેખાતાં હતાં. વિરેન તેની પાસે આવીને પૂછ્યું, “આ શું છે?” આરવ ધીમે બોલ્યો, “આ