રહસ્યમય મહેલ - 6

(134)
  • 3.3k
  • 2.6k

જૂના મંદિરમાં ઉભો આરવ આસપાસ ધ્યાનથી જોઈ રહ્યો હતો. મંદિરમાં અંધકાર અને શાંતિ હતી. માત્ર બહાર પવનથી હલતા ઝાડોના અવાજો સંભળાતા હતા.મંદિરની દિવાલો પર અનેક અજાણી આકૃતિઓ અને ચિન્હો કોતરેલા હતા. કેટલીક જગ્યાએ તો ચિત્રો પણ હતા. તે ચિત્રોમાં મહેલ, જંગલ અને કેટલાક અજાણ્યા લોકો દેખાતા હતા.આરવે ટોર્ચની લાઇટથી દિવાલો ધ્યાનથી જોવાનું શરૂ કર્યું.એક ચિત્ર ખાસ હતું.  તેમાં મહેલની નીચે એક ગુપ્ત રૂમ બતાવવામાં આવ્યો હતો અને ત્યાંથી જંગલ તરફ જતો માર્ગ પણ દોરેલો હતો.આરવે વિચાર્યું,  “કદાચ આ જ તે રસ્તો છે જ્યાંથી હું અહીં આવ્યો છું.”  પરંતુ પછી તેની નજર એક બીજી વાત પર પડી.  એક ચિત્રમાં એક માણસ જંગલમાં ઉભો હતો અને