મહેલની અંદર તે ગુપ્ત રૂમમાં ઉભો આરવ હજુ પણ વિચારી રહ્યો હતો. થોડા સમય પહેલા જ તેણે તે જૂનું બોક્સ ખોલ્યું હતું અને અંદરથી મળેલા પુસ્તકો તેના મનમાં અનેક પ્રશ્નો ઉભા કરી રહ્યા હતા. ત પુસ્તકોમાં મહેલનો ઇતિહાસ, જૂના નકશા અને ઘણા અજાણ્યા ચિન્હો વિશે માહિતી લખેલી હતી. પરંતુ એક વસ્તુ ખાસ હતી. એક પાનામાં લખેલું હતું કે મહેલની પાછળ આવેલા જંગલમાં એક ગુપ્ત માર્ગ છે. આ માર્ગ એક એવા સ્થળે પહોંચે છે જ્યાં મહેલનું સૌથી મોટું રહસ્ય છુપાયેલું છે. આરવે તે પાનું ફરી વાંચ્યું. તેના મનમાં ઉત્સુકતા વધી રહી હતી. “મને આ રસ્તો શોધવો જ પડશે,” તેણે મનમાં વિચાર્યું. વૃદ્ધ માણસ શાંતિથી તેને જોઈ રહ્યા હતા. તેમણે ધીમે