કેન્સર - 5

(13)
  • 244
  • 82

#કેન્સર ભાગ 5 શસ્ત્રક્રિયાની સવાર અને શ્રદ્ધાનો સૂરજજ્યારે ડૉ. જીવન શાહે 'માસ્ટેક્ટોમી' સ્તન કાઢવા ના ઓપરેશન નો નિર્ણય સંભળાવ્યો, ત્યારે જીવિકાના મનમાં એક જ સવાલ ઘૂમરાતો હતો: "શું એક અંગ ગુમાવ્યા પછી પણ હું એ જ જીવિકા રહીશ?"​સોમવારની એ સવાર અત્યંત નિસ્તેજ હતી. અમદાવાદની સવારનો કોલાહલ હોસ્પિટલના પાંચમા માળે આવેલા ઓપરેશન થિયેટર (OT) ના દરવાજા પાસે આવીને શમી જતો હતો. જીવિકાને બ્લુ રંગનું હોસ્પિટલ ગાઉન પહેરાવવામાં આવ્યું હતું. તેના માથા પર સર્જિકલ કેપ હતી, જે તેના મુંડન કરેલા માથાને ઢાંકી રહી હતી.​​સ્ટ્રેચર તૈયાર હતું. નર્સે આવીને કહ્યું, "ચાલો જીવિકાબેન, સમય થઈ ગયો છે."​જીવિકાએ સ્ટ્રેચર પર સૂતા પહેલા એકવાર પાછળ ફરીને જોયું.