માસ્તર

  • 326
  • 74

              !! વિચારોનું વૃંદાવન !!|| માસ્તર ||                 આજે બોર્ડની પરીક્ષામાં નિરીક્ષણ અર્થે મારો એક શાળામાં ઓર્ડર થયો હતો. વ્યવસાયિક રીતે હું ફિલ્ડનો માણસ છું એટલે એક જ જગ્યાએ ૩-૪ કલાક ટકી રહેવું એ મારા માટે બહુ જ અઘરું હતું. ત્રણેય બાજુથી હું ક્લાસરૂમને નરી આંખે નિહાળી શકું એ રીતે ખુરશી ગોઠવી ગોઠવાઈ ગયો. તરૂણ અવસ્થામાંથી તરતા તરતા યુવાનીના ઉંબરે ટકોરા મારતા તારલાઓ તેમના જીવનનો અંધકાર દૂર કરવા તૈયાર હતાં. બહુ જ શાંતિમય માહોલમાં બાળકો કરતા પંખાના પાંખડા વધુ કલબલાટ કરતા હતાં. ક્યારેક ક્યારેક એકાદની દોટ બાથરૂમના બારણા