ડિપ્રેશનમાંથી કેવી રીતે બહાર આવવું?

  • 2.8k
  • 358

આજકાલ સંબંધોમાં તણાવ, નોકરીમાં અનિશ્ચિતતા, મોંઘવારી, બેકારી, વેપાર-ધંધાના નુકસાનો, આર્થિક-સામાજિક વિટંબણાઓના પરિણામે ટેન્શન, ચિંતા, ભય, હતાશા અને ડિપ્રેશન સર્જાય છે! ડિપ્રેશન બે પ્રકારના હોય છે. એક પ્રકારના ડિપ્રેશનમાં શરીરમાં અમુક પ્રકારના અંત:સ્ત્રાવો ખોરવાઈ જવાથી મન અને દેહ ઉપર માઠી અસર જોવા મળે છે. આવા તબક્કામાં પહોંચેલા ડિપ્રેશનમાં તબીબી માર્ગદર્શન અને દવા લેવી અનિવાર્ય છે. જ્યારે બીજા પ્રકારના ડિપ્રેશનમાં કોઈ પણ ક્ષેત્રમાં મોટી નિષ્ફળતા મળવાથી ઊંચે ચડેલો અહંકાર ભગ્ન થઈ જાય છે. અથવા મૂંઝવતી પરિસ્થિતિમાં કોઈ ઉકેલ ન મળવાથી નેગેટિવ વિચારોની વણઝાર શરૂ થાય છે. ડિપ્રેશનના શરૂઆતના તબક્કામાંથી પસાર થતી વ્યક્તિને સાચી સમજણથી પાછા વાળી શકાય છે. હતાશા અને ડિપ્રેશનમાં નાખતા કારણો