સ્વામી संसारवृक्षमारूढाः पतन्तो नरकार्णवे । येन चैवोद्धृताः सर्वे तस्मै श्रीगुरवे नमः ॥ જે ગુરુ કીચડમાં ફસાયેલા તમામને ત્યાંથી ખેંચીને બચાવે છે, જેઓ સંસારરૂપી વૃક્ષ પર ચડીને નરકસાગર (કીચડ)માં પડીને ડૂબતા-તરફડતા જતા હતા અને મુક્તિની શોધમાં હતા — તે શ્રી ગુરુદેવને મારા નમસ્કાર છે. तस्मै श्रीगुरवे नमः એક વખતની વાત છે, ગુજરાતના એક નાનકડા ગામની બાજુમાં વિસ્તરેલા ઘાસના વિશાળ મેદાનમાં એક ગાય ચરવા નીકળી. તેનું નામ હતું શાંતિ. તેની આંખોમાં સરળતાનો પ્રકાશ હતો, ગળામાં ઘંટડીનો મધુર નાદ હતો અને હૈયામાં એકમાત્ર વિશ્વાસ – તેના માલિકનો. સૂરજ ઢળવા લાગ્યો ત્યારે અચાનક જંગલની ઘાટીમાંથી એક વાઘની ભયાનક ગર્જના ગુંજી ઉઠી. વાઘનું