નવપ્રસ્થમાં સત્તાનો પલટવાર હવે સ્પષ્ટ દેખાવા લાગ્યો હતો. શરૂઆતમાં લોકો તેને માત્ર રાજકીય પ્રતિક્રિયા માનતા હતા, પરંતુ ધીમે ધીમે સમજાતું ગયું કે આ માત્ર જવાબ નહીં, પરંતુ એક ગોઠવાયેલ અભિયાન છે. શહેરમાં ચર્ચાઓ, અફવાઓ અને શંકાઓનો એવો જાળ ફેલાયો કે ઘણા લોકો માટે સત્ય અને અસત્ય વચ્ચેનો ભેદ કરવો મુશ્કેલ બન્યો.એક સવારે આદિત્ય ઓફિસમાં પહોંચ્યો ત્યારે ઓફિસની બહાર બે પોલીસ જીપ ઊભી હતી. અંદર પ્રવેશતા જ તેને સમજાઈ ગયું કે કંઈક ગંભીર બનવાનું છે. ઓફિસમાં કેટલાક અધિકારીઓ બેઠા હતા અને સમીરા સાથે વાત કરી રહ્યા હતા.એક અધિકારીએ શાંત અવાજમાં કહ્યું,“આદિત્ય શાહ, તમને કેટલીક પૂછપરછ માટે અમારા સાથે આવવું પડશે.”સમીરાએ તરત