. || વિચારોનું વૃંદાવન || || અંગ્રેજી બીટ || આખી દુનિયામાં કદાચ હું એકમાત્ર એવો વ્યક્તિ હોઈશ કે જેને ખાલી મોબાઇલ જ સાચવવા એક માણસ રાખ્યો હોય. વોટ્સએપ સિવાય તમામ સોશિયલ મીડિયા એકાઉન્ટથી દૂરી બનાવી લીધી છે. વોટ્સએપને પણ વિદાય આપવાની ઈચ્છા અવતરી હતી પણ હમણાં બદલીના વાવડ છે તો તેની પીડીએફ પ્રગટ થાય તો હૃદયના પવિત્ર ભાવથી તેના દર્શનનો લાભ મળે એ આશાએ તેને હમણાં થોડો સમય અકબંધ રહેવા દીધું. હવે એવું લાગે છે કે મોંઘો લાગતો મોબાઈલ પણ મગજ વગરનો થઈ