નવપ્રસ્થ શહેરમાં જે શાંતિ દેખાતી હતી તે ખરેખર શાંતિ નહોતી, તે અંદર ઉકળતા તોફાન પહેલાંનું થંભાયેલું વાતાવરણ હતું. આદિત્ય શાહનો લેખ બહાર આવ્યા પછી શહેરની હવામાં કંઈક બદલાઈ ગયું હતું. લોકો હજી પણ ખુલ્લેઆમ બોલતા નહોતા, પરંતુ આંખોમાં સવાલ દેખાવા લાગ્યા હતા. ચોરાહે ઉભેલા ચા સ્ટોલ પર હવે માત્ર ધર્મ અને દેશભક્તિના નારા નહીં, પણ સમરસતા બ્રિજ વિશે પણ ચર્ચા થવા લાગી હતી. કોઈ ધીમે અવાજે પૂછતું કે ખરેખર પૈસા ક્યાં ગયા, કોઈ કહેતો કે પુલની અંદરનો લોખંડ જંગ લાગેલો કેમ હતો. આ સવાલો નાનાં હતાં, પરંતુ સત્તા માટે ખતરનાક હતાં.સૂર્યવર્ધન રાઠોડને આ બદલાવ તરત જ સમજાઈ ગયો. વર્ષોથી તે