બસ, પ્રિયાંશી તેના દિલમાં વસી ગઈ હતી... જાણે તેને જોઈને મિલાપના દિલમાં ઘંટડી વાગતી હતી... તેની ધડકન તેજ થઈ જતી હતી...તેને કંઈક અલગ જ ખુશીનો અહેસાસ થતો હતો...હવે તેણે મનથી નક્કી કરી લીધું હતું કે, ગમે તે થાય લગ્ન કરીશ તો પ્રિયાંશી સાથે જ... તે વિચારતો હતો કે ઈશ્વરે તેને મારા માટે જ બનાવી છે...તે ઈશ્વરને પ્રાર્થના કરતો હતો કે, "હે ઈશ્વર મને મદદ કરજે, તું મારી સાથે રહેજે, મારાથી પ્રિયાંશી સાથે વાત કરવામાં કંઈ ભૂલ ન થઈ જાય તેનું તું ધ્યાન રાખજે.."અને તેની ગાડી સો ની સ્પીડે આગળ વધી રહી હતી...જેટલી સ્પિડ તેની ગાડી પકડી રહી હતી તેટલી જ