સત્યકામ - 1

  • 390
  • 1
  • 94

નવપ્રસ્થ શહેરને જોતા કોઈ અજાણ વ્યક્તિ કહી શકે કે આ શહેર વિકાસનું પ્રતિક છે. ચોરાહાઓ પર ઊંચા થાંભલાઓ પર લહેરાતા ધ્વજ, દીવાલો પર રાષ્ટ્રપ્રેમના સૂત્રો, વિશાળ LED સ્ક્રીન પર નેતાઓના ભાષણો, અને દરેક ગલીમાં એક જ ચર્ચા  દેશ, સંસ્કૃતિ અને ગૌરવ. પરંતુ આ ચમકતી સપાટીની નીચે એક અજાણી ચુપ્પી વસતી હતી. લોકો બોલતા હતા, પણ સત્ય વિશે નહીં. તેઓ ચર્ચા કરતા હતા, પણ મૂળ પ્રશ્નો વિશે નહીં. નવપ્રસ્થમાં શોર ઘણો હતો, પરંતુ સવાલો નહોતાં.આદિત્ય શાહ જ્યારે સાંજના સમયે શહેરના મુખ્ય માર્ગ પરથી પસાર થતો, ત્યારે તેને વારંવાર લાગતું કે આ શહેર જાણે કંઈક છુપાવી રહ્યું છે. તે એક તપાસ પત્રકાર