આંતરિક હોળી

  • 202

કૈલાશ માનસરોવરની યાત્રાનો એ સાતમો દિવસ હતો. અમે ચારેય મિત્રો—હું, મિતેશ, મયંક અને ભાવિક—હિમાલયના દુર્ગમ રસ્તાઓ કાપી રહ્યા હતા. બહાર હાડ થીજવતી ઠંડી હતી અને મનમાં કૈલાશ જોવાની તાલાવેલી. પણ પ્રકૃતિને કંઈક બીજું જ મંજૂર હતું. અચાનક થયેલી ભારે હિમવર્ષાને કારણે અમારો રસ્તો રોકાઈ ગયો અને અમારે 'રુદ્રપ્રયાગ' થી આગળ એક નાનકડા, અજાણ્યા પહાડી ગામમાં આશરો લેવો પડ્યો.યોગાનુયોગે એ દિવસ હોળીનો હતો.     "યાર, ઘરે હોત તો અત્યારે ધાણી-મમરા ખાતા હોત અને રંગોથી રમતા હોત," મયંકે બારી બહાર પડતા બરફને જોતા નિસાસો નાખ્યો.      "અહીં તો બરફ સિવાય બીજો કોઈ રંગ જ નથી," ભાવિકે પોતાની જેકેટની ચેઈન વધુ ઉપર