સેજલ બેટા , કોઈ કારણ તો કહે છોકરામાં એવી તે કઈ ખામી છે કે તને પસંદ નથી. મજાનો રૂડો રૂપાળો છે, સારું કમાય છે, નામાંકિત પરિવાર છે. તને વાંધો શું છે? આજે અરુણભાઈ બરાબરના અકળાયા હતા. સેજલ પણ તેટલુંજ અકળાતા ફરી બોલી, " બસ મને પસંદ નથી, તમે જબરદસ્તી ના કરશો.સેજલ ,ના ના ફક્ત સેજલ નહીં. " દ સેજલ શાહ" મલ્ટી નેશનલ કંપની માં પ્રોડક્શન ટીમ લીડર અને હવે જલ્દીજ પ્રમોશન થઈ પ્રોજેક્ટ હેડ બનવાની એની તૈયારી...સુંદર, સુશીલ અને ઊજળી કારકિર્દી ધરાવતી સેજલ ના જીવન માં ભાગશાળી કહી શકાય અને ઈર્ષ્યા થઈ આવે એવું બધુજ છે છત્તા તે જાત સાથે