આજે માતૃભાષા દિવસ છે.(૨૧ ફેબ્રુઆરી). આપણે માતૃભાષા (મોબાઈલ યુગ) સ્ટેટ્સ માં સ્ટોરી મૂકી ને ખુશ થઈએ.આજના દિવસે માતૃભાષા પર બધાને ગૌરવ થાય છે. ભાષા અને સંસ્કૃતિ પર પ્રવચનો અપાય છે.પ્રેમ ઉભરાઈ જાય છે.બાળકો ને માતૃભાષા માં શિક્ષણ આપવાની વાતો થાય .અને અબ્દુલ કલામ સાહેબ ને યાદ કરાય.અને આની સાથે દર વર્ષે ગુજરાત માં ગુજરાતી સ્કૂલો બંધ થાય છે.એમાંય શિક્ષકો માતૃભાષા પર એટલું સરસ બોલે છે.અને લખે છે.વાતો કરે છે.અને એનાજ બાળકો ઇંગ્લિશ માધ્યમ માં ભણી ને આગળ વધે છે. મને કોઈ પ્રોબ્લેમ નથી હો. પણ વાત માતૃભાષા ની છે! માતૃભાષા એટલે માતા બોલે તે ભાષા.પોતાને વ્યક્ત કરવાની