શતરંજ - ભાગ 2

  • 302

#શતરંજ ભાગ 2 અંતિમ ભાગ સવારના સાત વાગ્યા હતા. વર્ષોથી મીના બાની આદત હતી કે તેઓ પલંગ પર બેઠા-બેઠા જ રસોડામાં બૂમો પાડીને ચા મંગાવતા. આજે પણ તેમણે એ જ કર્યું. "એય વહુ! ક્યાં મરી ગઈ? મારી ચા લઈ આવ અને જલ્દી પાનનું નવું બીડું બનાવી દે!"​પણ વળતા જવાબમાં રસોડામાંથી કોઈ અવાજ ન આવ્યો. દસ મિનિટ પછી રૂમનો દરવાજો ખુલ્યો, પણ ચા લઈને રેવા નહીં, પણ હવેલીનો નવો સિક્યુરિટી ગાર્ડ આવ્યો હતો. તેના હાથમાં ચાના કપને બદલે એક લોખંડની પેટી હતી.​"આ શું છે લ્યા?" મીના બાએ આશ્ચર્યથી પૂછ્યું.​"બા, રેવા બાનો હુકમ છે. હવેથી તમારું પાનનું ડબલું આ પેટીમાં કેદ રહેશે. દિવસમાં માત્ર