Vaidehi – 15 મુંબઈના દાદરમાં આવેલા શિવાજી પાર્કને અડીને માતૃ છાયા નામનો બંગલો હતો. આ બંગલામાં મૈત્રી તેના પરિવાર સાથે રહેતી હતી. મૈત્રીના પરિવારનો ફેમેલી બિઝનેસ હતો કપડાનો. તેના દાદા અને પછી તેના પપ્પા જયંતી ગડા આ બિઝનેસ સંભાળી રહ્યા હતા. શિવાજી પાર્કની બાજુમાં ઘર હોવાને કારણે મૈત્રી અવારનવાર બીચ પર ફરવા જતી. તેનો અને કપીસનો ફરવાનો સમય લગભગ એક જ હતો. બંન્ને વચ્ચે હાય...હલૉ... કયારેક સ્માઈલની આપેલે થતી. પણ, ક્યારે એકબીજા સાથે તેઓએ વાત નહોતી કરી. પણ, એક દિવસ થયું એવું કે તેમને એકબીજા સાથે વાત કરવી પડી.શિવાજી પાર્ક પર કપીસ અને મૈત્રીની જેમ ઘણા સવારે જૉગિંગ અને વૉકીંગ