પાટલીપુત્રના ગગનચુંબી કિલ્લાઓ પર હવે મગધનો જૂનો ધ્વજ નહીં, પણ મૌર્ય સામ્રાજ્યનો કેસરી ધ્વજ લહેરાતો હતો. ધનનંદના અત્યાચારી શાસનનો અંત આવ્યો હતો, પણ વિજયના ઉન્માદમાં રાચવાને બદલે સમ્રાટ ચંદ્રગુપ્ત મૌર્ય અને તેના જ્યેષ્ઠ ભ્રાતા સૂર્યપ્રતાપ માટે આ અસલી કસોટીનો પ્રારંભ હતો. એક અરાજક અને ભ્રષ્ટ તંત્રને તોડીને એક આદર્શ રાષ્ટ્રનું નિર્માણ કરવું એ રણમેદાનમાં તલવાર ચલાવવા કરતા પણ વધુ કઠિન કાર્ય હતું.આચાર્ય ચાણક્ય પાટલીપુત્રના મુખ્ય સચિવાલયમાં બેસીને આગામી દસ વર્ષની યોજનાઓ ઘડી રહ્યા હતા. તેમની સામે મગધના પ્રાંતોનો વિશાળ નકશો હતો. ચંદ્રગુપ્ત અને સૂર્યપ્રતાપ બંને આચાર્યના આદેશની પ્રતીક્ષામાં ઊભા હતા."ચંદ્રગુપ્ત," આચાર્ય ચાણક્યએ ગંભીર અવાજે પૂછ્યું, "તને શું લાગે છે? ધનનંદને