રણભૂમિ પર છવાયેલો ધુમાડો ધીમે ધીમે ઓસરી રહ્યો હતો. મગધની વિશાળ સેના, જે એક સમયે અજેય ગણાતી હતી, તે અત્યારે વિખરાયેલી અને ભયભીત હતી. ધનનંદનો સુવર્ણ જડિત હાથી મરેલા સૈનિકો અને તૂટેલા રથોની વચ્ચે નિર્જીવ ઉભો હતો. હાથીની અંબારી પર ધનનંદનું શરીર લોહીલુહાણ હાલતમાં પડ્યું હતું. સૂર્યપ્રતાપ અને ચંદ્રપ્રકાશની વીજળી જેવી તલવારે મગધના અત્યાચારી શાસકનો અંત લાવી દીધો હતો.ધનનંદના મૃત્યુના સમાચાર વાયુવેગે રણમેદાનમાં ફેલાઈ ગયા. મગધના સૈનિકોએ શસ્ત્રો હેઠાં મૂકી દીધાં. આક્રમણના અવાજો હવે શાંત થયા હતા અને પહાડોની ખીણોમાં માત્ર વિજયી સૈનિકોના હર્ષનાદ સંભળાતા હતા.આચાર્ય ચાણક્ય ધીમા પણ મક્કમ ડગલે રણભૂમિની મધ્યમાં આવ્યા. તેમની શિખા (ચોટલી) હજુ પણ ખુલ્લી