તક્ષશિલા - સિટી ઓફ નૉલેજ - 38

(31)
  • 2.6k
  • 228

રણભૂમિ પર હાહાકાર મચેલો હતો. ધનનંદના હાથી પરથી નીચે ફેંકાયેલા ચંદ્રપ્રકાશની આંખોમાં પેલી વિષારી ધૂળને કારણે અંધકાર છવાઈ ગયો હતો. તેની આસપાસ મગધના સૈનિકોના પગરવ અને તલવારોના ખખડાટનો અવાજ વધુને વધુ નજીક આવી રહ્યો હતો. વિષની અસરને કારણે તેના મગજમાં શૂન્યતા વ્યાપી રહી હતી, પણ તેનું શરીર વર્ષોના પ્રશિક્ષણને કારણે હજુ પણ હલચલ કરી રહ્યું હતું."પકડી લો આને! મહારાજની આજ્ઞા છે, આનું મસ્તક કાપીને હાથીના પગ નીચે કચડી નાખો!" કાલકેતુનો અવાજ અંધારામાં પડઘાયો.ચંદ્રપ્રકાશે પોતાની તલવાર હવામાં વીંઝી, પણ તે નિરાધાર હતી. બરાબર એ જ ક્ષણે, જ્યારે મગધના પાંચ સૈનિકોએ ચંદ્રપ્રકાશ પર એકસાથે વાર કરવા તલવારો ઉગામી, ત્યારે પહાડોની પેલે પારથી