અપહરણ - 17

17. રહસ્યો પરથી ઊંચકાયો પડદો   એ રાત્રે સાયમન અને એના માણસો ફ્રેડી જોસેફના ઘરે જ રોકાયા. અમને પણ એણે અમારા ઘરે ન જવા દીધા. અમે ત્યાંથી ટેલિફોન કરીને અમારા ઘરે અમારી સલામતીની વાત કરી દીધી હતી અને અમે ફ્રેડી જોસેફના ઘરે રોકાયા છીએ એમ પણ જણાવી દીધું હતું. ફ્રેડી સાહેબને અમે આખી વાત કરી દીધી હતી. એ બધું સાંભળીને એ ભારે અચંબિત થઈ ગયા હતા. એમણે વોટ્સન જલદી જ પાછો મળી જશે એવું અમને આશ્વાસન આપ્યું હતું અને સાથે જ પેલી અજ્ઞાત ટોળકી, જેણે અમને દોલત સુધી પહોંચવા દેવામાં અવરોધો ઊભા કર્યા હતા, એના વિશે પણ એમના ચહેરા પર