પ્રસ્તાવના: મૌનનું કાવ્યક્યારેક અવાજ પણ થાકી જતો હોય છે,શબ્દોનો ભાર જ્યારે આત્મા દબાવતો હોય છે.હસતા ચહેરા પાછળ એક સમંદર છુપાયો છે,જેને કોઈએ જોયો નથી, બસ અંદર જ સમાયો છે.કહેવું ઘણું છે, પણ સાંભળનાર કોઈ નથી,પોતાના જ ઘરમાં પોતાનો પગરવ કોઈ નથી.આ વાર્તા એવા અજાણ્યા રસ્તાની છે,જ્યાં મંજિલ નહીં, પણ માત્ર એક-બીજાની હાજરી છે.અધ્યાય ૧: અરીસાનું અસત્યઅમદાવાદની રાત હજી હમણાં જ જાગી હતી, પણ અર્જુન મહેતા માટે એ રાત કયારનીયે પૂરી થઈ ગઈ હતી. 'રેડિયો મિર્ચ'ના સ્ટુડિયોમાં લાલ લાઈટ ઓલવાઈ ગઈ. માઈક્રોફોન શાંત થઈ ગયું."ગુડ નાઈટ અમદાવાદ! કાલે ફરી મળીશું, નવા ઉત્સાહ અને નવી સ્મિત સાથે!" — આ અર્જુનનો છેલ્લો વાક્ય