એમ્બ્યુલન્સનું એન્જિન બંધ થયું અને આસપાસ એક ભેંકાર શાંતિ છવાઈ ગઈ. દિલ્હીના હાઈવેથી દૂર, આ એક એવો જૂનો ગોદામ હતો જે કદાચ દાયકાઓથી વપરાયો નહોતો. અભિમન્યુએ ધીમેથી દરવાજો ખોલ્યો. એના હાથ હજુ પણ ધ્રૂજતા હતા."માયા, જલ્દી..." અભિમન્યુએ ધીમા અવાજે સાદ પાડ્યો.માયા ગાડીમાંથી ઉતરી ત્યારે એનો ચહેરો સાવ સફેદ પડી ગયો હતો. એણે ક્યારેય વિચાર્યું પણ નહોતું કે એની ડિજિટલ દુનિયામાંથી બહાર નીકળીને એને આવી રીતે લોહી અને ગન વચ્ચે ભાગવું પડશે. એણે પાછળ ફરીને જોયું, દેવદત્ત કાકા એમ્બ્યુલન્સના સ્ટ્રેચર પર અર્ધબેભાન અવસ્થામાં હતા."અભિમન્યુ, આપણે આ ગાડી અહીં જ છોડવી પડશે," માયાએ એના મોબાઈલમાં કંઈક જોતા કહ્યું. "આમાં પ્રાઈવેટ જીપીએસ છે.