વિસ્મૃતિ - ભાગ 5

લંડન, અંદાજે સાંજના પાંચ વાગેલંડનનું આકાશ આજે માત્ર ભૂખરું નહોતું, પણ જાણે કોઈ અશુભ સંકેત આપી રહ્યું હતું. થીજવી દેતી જાન્યુઆરીની ઠંડીમાં રિયા લગભગ દોડતી પોતાના પીજી પર પહોંચી... તેના પગ બરફ પર લપસી રહ્યા હતા, પણ તેના મનમાં ચાલતા વિચારોની ગતિ એ બરફ કરતાં પણ વધુ તેજ હતી... તેનું હૃદય કોઈ નગારાની જેમ ધબકતું હતું, અને દરેક ધબકારે તેને અભીરના એ શબ્દો યાદ આવતા હતા.. ‘રી-પુ’...પીજીમાં પગ મૂકતા જ તેણે હાશકારો અનુભવ્યો કે નિહારિકા હજુ યુનિવર્સિટીમાં જ હતી. રિયા અત્યારે કોઈની પણ સાથે વાત કરવાના મૂડમાં નહોતી. તેણે ધ્રૂજતા હાથે પોતાના રૂમનો દરવાજો અંદરથી લોક કર્યો. લંડનની એ શાંતિમાં