અસ્તિત્વ - 15

આસ્થાએ મનમાં ઉઠેલ પ્રશ્નનો જવાબ જાણવા ડૉ. સુમનને પૂછ્યું, "મારે એ જાણવું છે કે હું ફરી સ્ટડી કરી શકું?"આસ્થાના આ પ્રશ્નથી અનુરાધા એકદમ ચિંતામાં આવી ગયા. આસ્થા એનાથી દૂર થઈ જશે એ ડર એના મન પર હાવી થયો. એનું સમગ્ર ધ્યાન ડૉ. સુમન એમને શું કહે છે એ વાત પર કેન્દ્રિત થયું.ડૉ. સુમને ખૂબ જ સહજતાથી કહ્યું, "હા બેટા! તું અવશ્ય તારું સ્ટડી શરૂ કરી શકીશ. એ પહેલા તારો એક IQ ટેસ્ટ લેવામાં આવશે એ બાદ તને જેટલું યાદ હશે અથવા આવડશે એ મુજબ તારે સ્ટડી કરી શકાશે! પણ બેટા આ બધું જ હમણાં તારે કરવાનું નથી. અમુક સમય સમય પછી