શું તમને તમારા જીવનનો હેતુ ખબર છે?

આ પ્રશ્ન જુદા જુદા લોકોને પૂછીએ તો જુદો જુદો જવાબ મળશે. જેમ કે, કોઈના જીવનનો ધ્યેય પોતાને, પોતાના કુટુંબને, પતિ કે પત્ની અને બાળકોને સુખી કરવાનો હોય. કોઈના જીવનનો ધ્યેય ખૂબ પૈસા કમાવાનો હોય. કોઈએ કારકિર્દીમાં સફળતા મેળવવાનો ધ્યેય બાંધ્યો હોય, જેમ કે, મોટા ઉદ્યોગપતિ થવાનો, સફળ કલાકાર થવાનો કે પોતાના વ્યવસાયના ક્ષેત્રમાં ટોચ ઉપર પહોંચવાનો. તો કોઈએ સંસારનો ત્યાગ કરીને તપસ્યા અને સાધના કરવાનો ધ્યેય બાંધ્યો હોય. પછી એ ધ્યેયની પ્રાપ્તિ માટે જીવન પૂરું થઈ જતું હોય છે.વાસ્તવિકતામાં જીવમાત્ર સુખને શોધે છે. જે વસ્તુ સુખની અનુભૂતિ કરાવે છે, તેની પ્રાપ્તિના હેતુથી મનુષ્યના જીવનમાં ધ્યેય એની મેળે બંધાઈ જતા હોય