ભૂલ છે કે નહીં ? - ભાગ 104

  • 86

તમારા રિપોર્ટ જોઈને પહેલા તો તમે પણ ગભરાઈ જ ગયા હતા. પણ તમને ડોકટરે સમજાવ્યું કે દવા અને ખાવા પીવામાં કાળજી રાખવામાં આવશે તો તમને કંઈ જ તકલીફ ન થશે. આ એવો સમય હતો જયારે આપણી બધી તકલીફો દૂર થઈને શાંતિથી આપણું જીવન ચાલી રહ્યું હતું. મારા પિયરમાં પણ કંઈ જ તકલીફ ન હતી. મારા ભાઈના લગ્ન થઈ ગયા હતા, પપ્પાએ બીજું ઘર લીધું હતું ત્યાં રહેવા ચાલ્યા ગયા હતા અને પહેલા જયાં રહેતા હતા ત્યાં હવે ફક્ત કાકા અને એમનો પરિવાર રહેતા હતા. બધું જ સારું હતું. પણ અચાનક તમને આવેલી આ શુગર પ્રેશરની બિમારીએ આપણને થોડા હલાવી નાખ્યા