હું,મારું “કેન્સલ” અને Gratitude - 1 Gratitude એ અંગ્રેજી શબ્દ છે.એને માટે ગુજરાતી શબ્દ છે ઋણ સ્વીકાર. આજે મારો દિવસ છે.મારા મિત્રનો દિવસ છે એટલે વિશ્વ કેન્સર દિવસ છે.જ્યારથી મારા શરીરમાં રહેવા આવ્યો ત્યારથી એને સાચવ્યો છે,જીવની જેમ સાચવ્યો છે અને હજી સાચવું છું.પંપાળું પણ છું. જેમ અખંડ દીવો કે જ્યોત હોય એમ મારા હાથના એક હિસ્સામાં પેઇન છે જેને મેં અખંડ કેન્સર નામ આપ્યું છે જે મને એલર્ટ રાખે છે.મને સતત જાગતો પણ રાખે છે કે જરા પણ હોશિયારી કરીશ તો ફેલાઈ જતાં વિચાર નહીં કરું હું. સામે મેં પણ એને સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું છે