લગ્ન માટે ઘણાખરા કેસમાં વડીલો દ્વારા શોધવામાં આવેલ સામેનું પાત્ર અને પછી છોકરા છોકરીની મુલાકાત બાદ સગાઈ જાહેર કરવામાં આવે છે. અગાઉ તો સગાઈ જાહેર થાય એટલે દૂર રહેતાં સગાંઓને ફોન, તાર અને સહેજ દૂરના સગાંઓને પોસ્ટકાર્ડ લખીને જ જાહેરાત થતી .આજકાલ છોકરા છોકરીની સગાઈ નક્કી થાય એટલે પહેલાં તો હોલ રાખી ધામધૂમથી ગોલધાણા નામની સેરીમની ઉજવાય છે. એમાં પણ ક્યારેક મીની મેરેજ જેવી ધામધુમ હોય છે. ઘણાને પ્રશ્ન થાય છે કે આ ગોળધાણા ઉત્સવ શા માટે છે જ્યારે સગાઈ ની રસમ કે હવે જેને રીંગ સેરીમની કહે છે એ તો હોય જ છે!એ પછી રિંગ સેરિમની સમારંભ, પછી પ્રિ