અનોખી સફર - અમાવસ્યાથી પૂર્ણિમા સુધી - પ્રકરણ -46

  • 84

અનોખી સફર પ્રકરણ-46 વિશ્વા અને સોહમ એકબીજાનાં હાથમાં હાથ પરોવી ડુંગરાની કેડીએથી ધીમે ધીમે નીચે ઉતરી રહેલા.. વિશ્વાએ કહ્યું“ સોહુ…મારો જીવ ચોળાય છે..એવું થાય છે ઘરે જવુંજ નથી અહીં ડુંગર પરજ વિસામોકરી લઈએ…જોને અહીંથી પાછા જઈએ છીએ એમાંજ અહીંની વસુંધરા..આ પુષ્પ..છોડ વેલા બધુજ જાણે ઉદાસ થઇ ગયું છે..આપણે આવ્યા ત્યારે કેટલાં ખીલી ઉઠેલા..સોહુ આપણે બાઈક મૂક્યું એ જગ્યા પણ આવી ગઈ…થોડીવાર બેસીયે..મને તો જાણે ધરાવોજ નથી થયો..પ્લીઝ..સોહુ..”સોહમે વિશ્વાનો ચહેરો હાથમાં લીધો..બન્ને ચાલતા અટકી ગયેલાં..વિશ્વાની આંખમાં આંખ પરોવી બોલ્યો..” તારી ઈચ્છા હોય એમ હું કરીશ..અહીં હજી બેસવું છે.. ચલ બેસીયે..આપણી પ્રેમની વાતો ખૂટશેજ  નહીં..જયાં આપણે ચૂપ રહયા ત્યાં..આ મોર.. પોપટ.. કોયલ