આસ્થા એના પપ્પાને મળીને ખૂબ દુઃખી થઈ ગઈ હતી. એનું રુદન અનુરાધા માટે ખૂબ પીડાદાયક હતું. આસ્થા હવે અનુરાધાને ભેટીને મુક્ત મને રડવા જ લાગી! આસ્થાના રુદનના ડૂસકાં સાંભળી અત્યાર સુધી કઠણ કલેજે રહેલ અનુરાધા હવે પીગળી ગઈ. આંખના આંસુને રોકવા એ પણ અસમર્થ રહી. મનમાં ઊઠતા અનેક પ્રશ્નો અને લાગણીના સમન્વયમાં અનુરાધા રીતસર ગુંગળાવા લાગ્યા."જ્યારે આસ્થાની યાદશક્તિ પાછી આવશે ત્યારે એને હું ક્યાં મોઢે આજે જે એ વેદના અનુભવી રહી છે એની માફી માંગીશ? બધું જાણવા છતાં આસ્થાની લાગણી સાથે હું રમત રમી એવુ એને લાગશે તો? ગિરિધર જો આસ્થાને પોતાની દીકરી તરીકે સ્વીકારી લેશે અને આસ્થાની યાદશક્તિ આવી જશે