તિબેટના લામાઓની સાધના અને સ્વામી યોના અદ્ભુત અનુભવો હિમાલયની પર્વતમાળાઓ, તિબેટના અજાણ્યા પ્રદેશો અને મહાવતાર બાબાજીની ભૂમિ જ્ઞાન ગંજના રહસ્યો પર પ્રકાશ પાડતો આ પોડકાસ્ટ એક સામાન્ય મુસાફરીની વાત નથી, પરંતુ આધ્યાત્મિક વિશ્વની એક મિસ્ટિકલ યાત્રા છે. સ્વામી યોએ તેમના પોતાના અંગત અનુભવોના આધારે એવા સત્યો પર વાત કરી છે, જેને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ અને આસ્થાના સમન્વયથી જ સમજી શકાય. સ્વામી યોના મતે, હિમાલય એ હજારો વર્ષોથી ઋષિ-મુનિઓની તપસ્યાનું કેન્દ્ર રહ્યું છે. તેઓ આ સ્થળના આધ્યાત્મિક મહત્વને સમજાવવા માટે એક રસપ્રદ તર્ક આપે છે. તેમને જણાવ્યું હતું કે, જેમ હોસ્પિટલમાં ઇન્ટેન્સિવ કેર યુનિટ એટલે કે આઈસીયુ દર્દીને ઝડપથી સાજા થવામાં મદદ