'ચિરંજીવી' એટલે અમર નહીં, પરંતુ અતિ દીર્ઘાયુ હિંદુ કાળગણના અને પૌરાણિક સત્યોનું મહા-વિશ્લેષણ સપ્ત ચિરંજીવીનું મૃત્યુ નિશ્ચિત છે! આ દાવો હિંદુ શાસ્ત્રોના ગહન અભ્યાસ પર આધારિત છે. લેખક વિનીત અગ્રવાલ સાથેના એક લાંબા પોડકાસ્ટમાં ચિરંજીવીની સાચી વ્યાખ્યા, પશ્ચિમી અનુવાદની ભૂલ, બ્રહ્માજીના કાળચક્રમાં તેમનું સ્થાન અને રામાયણ-મહાભારતની લોકપ્રિય માન્યતાઓના સત્યનું વિસ્તૃત વિશ્લેષણ કરવામાં આવ્યું હતું. ત્યારે આવો જાણીએ ભારતીય જ્ઞાન પ્રણાલીના અજાણ્યા રહસ્યો. યુટ્યુબ પર અવારા મુસાફિર ચેનલ પરના એક લાંબા પોડકાસ્ટમાં લેખક, ડૉક્ટર અને પૌરાણિક વિષયોના ગહન જ્ઞાતા વિનીત અગ્રવાલ સાથે હિંદુ ધર્મના સૌથી રસપ્રદ અને રહસ્યમય વિષય ચિરંજીવી પર મંથન કરવામાં આવ્યું છે. આ ચર્ચા માત્ર પૌરાણિક કથાઓનું વર્ણન