યુટ્યુબર રણવીર અલ્હાબાદિયાના પોડકાસ્ટ 'ધ રણવીર શો' પર તાજેતરમાં પ્રસારિત થયેલો એપિસોડ, જેમાં ઇતિહાસકાર અને ભૂરાજકીય વિશ્લેષક અભિજીત ચાવડા અને લેખિકા-સંસ્કૃત વિદ્વાન અમી ગણાત્રા અતિથિ તરીકે જોડાયા હતા. જેમને ભારતના નેશનલ નરેટીવ પર એક સચોટ અને સમયસરનો પ્રકાશ પાડ્યો હતો. આ ચર્ચાનું કેન્દ્રબિંદુ એક ગહન સવાલ ભારત પ્રત્યેની આટલી નફરત કેમ છે, અને તેના મૂળ ક્યાં છે? તે હતો. આ વાતચીત માત્ર વર્તમાન ટીકાઓ પર નહીં, પરંતુ સદીઓ જૂના ઐતિહાસિક પૂર્વગ્રહો, સાંસ્કૃતિક ગેરસમજો અને વર્તમાન વૈશ્વિક સત્તા સમીકરણો પર પ્રકાશ પાડે છે જે ભારતીય ઓળખ અને તેના મૂળભૂત સિદ્ધાંતો - સનાતન ધર્મ - ને સતત નકારાત્મક રૂપમાં રજૂ કરવાનો