લંડન, ઓક્સફોર્ડ સ્ટ્રીટ અને એક શાંત કાફેસાંજના ચાર વાગ્યા હતા. લંડનની ઓક્સફોર્ડ સ્ટ્રીટ પર ક્રિસમસ પછીની રોશની હજુ પણ ઝળહળી રહી હતી. વચન મુજબ, એબી રિયાને પિક-અપ કરવા માટે તેના પીજી પર પહોંચી ગયો હતો. રિયાએ પેલો લાઈટ પિંક ફ્લોરલ ડ્રેસ પહેર્યો હતો, જેમાં તે લંડનની ઠંડીમાં ખીલેલા ગુલાબ જેવી લાગતી હતી."વાહ! આજે તો મારી 'ફિઝિક્સ પ્રોફેસર' કોઈ મોડેલથી ઓછી નથી લાગતી," એબી એ કારનો દરવાજો ખોલતા મસ્તી કરી. રિયાએ જવાબમાં બસ એક હળવું સ્મિત આપ્યું.લંડનની થીજવી દેતી ઠંડીમાં પણ ઓક્સફોર્ડ સ્ટ્રીટ પર લોકોની ભીડ ઓછી નહોતી. તેઓ 'સેલ્ફ્રીજીસ' મોલમાં પહોંચ્યા. એબીની મમ્મી, કામિનીબેનનો આ રવિવારે જન્મદિવસ હતો. કામિનીબેન લંડનમાં