નિલક્રિષ્ના - ભાગ 36

નિલક્રિષ્ના: "શેતાન વૃંજા મને રાક્ષસી વૃતિ શીખવી રહી હતી, એ વાતની જાણ, પવનમાં સુકાતી રાક્ષસી હેત્શિવાનાં વાળની લટો એ દરીયાનાં ઉંડાણમાં જઈને હેત્શિવાનાં કાનમાં કહીં સંભળાવી. આ વાતની દરિયાઈ રાક્ષસી હેત્શિવાને ખબર પડતાં એ તરત જ ત્યાંથી બહાર નીકળી પવન મહેલમાં પહોંચી ગઈ. મારી જિંદગીને સાચું મગશદ આપવા માટે, મને ત્યાંથી છોડાવવા માટે, હેત્શિવા શેતાન વૃંજા હારે બે વર્ષ સુધી યુધ્ધ કર્યું. અને મને એનાં ચગુલમાંથી છોડાવી લીધી.હેત્શિવા રાક્ષસી મહાદેવની સાચી ભક્ત હતી. એનાં પર મહાદેવનો હાથ હંમેશા રહેતો. બે વર્ષ સુધી યુધ્ધ કર્યા બાદ આખરે એણે મને વૃંજા પાસેથી એક દિવસ છોડાવી લીધી. સોમનાથ મંદિરનાં પંડીત મૂળશંકરની પરવાનગી સાથે